Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Others

3  

Mahebub Sonaliya

Others

એ કહીં આસ પાસ હોય નહીં

એ કહીં આસ પાસ હોય નહીં

1 min
10.6K


એ કહીં આસ પાસ હોય નહીં,

નૈ તો રોશન અમાસ હોય નહીં.


વ્યાજસ્તુતી ગમે છે જેઓને,

દ્વંદ્વ એનો સમાસ હોય નહીં.


જ્યાં પરાણે વસે છે લક્ષ્મી ત્યાં,

શારદાનો નિવાસ હોય નહીં.


જેની વાતો વધારે મોટી હો,

કામ કૈં એના ખાસ હોય નહીં.


હાથ બસ ત્યાં લગી સલામત છે,

જ્યાં સુધી એનો રાસ હોય નહીં.


ભીતરે જે વસે છે ઓ મહેબુબ,

બ્હાર એની તપાસ હોય નહીં.


Rate this content
Log in