Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama

2  

Nisha Shah

Drama

જય હો ભારત ટીમનો

જય હો ભારત ટીમનો

1 min
297


આજ છે એ રણમેદાન ,જ્યાં 

     આજે છે મહાસંગ્રામ !

જયાં પૂરુ થાય છે, જગતનો

     તાજ પહેરવાનું સ્વપ્ન!

ક્રિકેટવીરો થનગની રહ્યા છે,

      આજે છે રસાકસી !

બનવા નવા શહેનશાહ,

      એકમેક સામે રમશે મેચ!

અનેક દેશનાં ઝંડા,

     લહેરાય છે રણ મેદાને !

ભારત ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા,

     સાઉથઆફ્રિકા છે ફેવરીટ !

વેસ્ટઈન્ડીસ ભભકા ને દમામદાર,

     તરંગી લહેરી પાકિસ્તાની !

શીસ્તબધ્ધ છે ન્યુઝીલેન્ડ,

     ભારતની પ્રેમ ને વિશ્વાસભરી!

આજ છે મુકાબલો ઈંગ્લેન્ડ

     ને સાઉથ આફ્રિકાનો !

મોર્ગન સામે પ્લેસી,

      આવ્યો છે મેદાનમાં,

નથી બૂમરાહ જેવો બોલર ત્યાં,

     નથી વિરાટ જેવો બેટ્સમેન !

ભલે હોય મલિંગા,

    જેવો ફાસ્ટ બોલર,

ભલે હોય રસેલ જેવો,

     મારવાવાળો સિક્સર !

ભલે હોય વોર્નર કે ક્રિસ,

      જેવો યુનીવર્સલ બોસ !

વિજેતા થશે કિંગ વિરાટ,

      મુગટમાં એનાં કોહિનૂર!

વર્લ્ડકપ ક્રિકેટોત્સવ,

     કહેવાય છે મહાકુંભ!

ભારતનો વિજય છે નિશ્ચિત,

      ૨૦૧૯નાં રણમેદાનમાં ! 

દેખાઈ ઈંગ્લેન્ડની રાણી,

     દસ દેશનાં કેપ્ટન સાથે !

જરુર આપતી દેખાશે,

    બારમો વર્લ્ડકપ !

ભારત કેપ્ટનનાં હાથમાં,

    જય હો ભારત ટીમનો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama