Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 ઈશ્વર
ઈશ્વર
★★★★★

© Varsha Prajapati

Others

1 Minutes   7.1K    6


Content Ranking

ભીતર ઉતરી ધારો ઈશ્વર
મળશે તમને પ્યારો ઈશ્વર

ગગન, ધરા, વાયુ, જળ, અગ્નિ
પંચતત્વનો પારો ઈશ્વર

આમ જુઓ તો ખાલી ખાલી,
માનો તો આકારો ઈશ્વર

હિંદુ-મુસ્લિમ, શિખ-ઈસાઈ,
સૌનો છે મજિયારો ઈશ્વર

સારું નરસું એ જ સુઝાડે,
સમય સમો વરતારો ઈશ્વર

લેહ લગાડી સાદ કરો તો,
એ આવે પોબારો ઈશ્વર

નિજમાં ડૂબી નાદ કરી જો,
સ્વયં પ્રગટશે તારો ઈશ્વર

અલગારીને મોજ મઝા છે,
અલખ નિરંજન મારો ઈશ્વર

 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..