Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sugnesh Parmar

Inspirational

3  

Sugnesh Parmar

Inspirational

આરામ છે

આરામ છે

1 min
6.6K


શ્વાસને ક્યાં બે ઘડી આરામ છે

જિંદગી જીવી જવાનું નામ છે..

યાદ કરવાં એમને આખો દિવસ

ક્યાં હવે બીજું અમારે કામ છે..

કોઈતો જઈ એમને પૂછો જરા,

લાગણીના શું લગાવ્યા દામ છે! 

આમતો પીતો નથી પણ પી ગયો,

આંસુઓથી જે છલકતા જામ છે..

પ્રેમની ગલિયોમાં 'તન્હા' ના જશો,

ત્યાં મળે તનહાઇનું ઈનામ છે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational