Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rakesh Rathod Mitr

Inspirational

2  

Rakesh Rathod Mitr

Inspirational

ભ્રષ્ટ્રાચાર

ભ્રષ્ટ્રાચાર

1 min
6.7K


*તરહી પંક્તી કવિ શ્રી ગની દહીંવાલા સાહેબ
 
તમે રિશ્વત લીધી ઈમાનદારી ઠુકરાવી ને
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.*
 
તમે રિશ્વતને બસ ભેગી કરી પુંજી વધારી છે,
નથી લીધી ડકારો પણ તમે રૂપિયા ચાવીને.
 
અગર રિશ્વત ન આપો તો કરે છે કોઈ પણ ક્યાં કામ,
અને રિશ્વત જો આપો તો કરે આદર વધાવીને.
 
જો ભણવાને પ્રવેશોની કતારો ખુબ લાંબી છે,
પ્રવેશો પણ મળે ત્યારે ત્યાં ડોનેશન લખાવીને.
 
આ ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવાની ફક્ત વાતો,
ભરી લીધા કબાટો વાત મનમાંથી ફગાવીને.
 
કહું હું કેમ આ ભારત અમારો દેશ બાપુનો,
બધા છે ખુશ બસ નોટો તિજોરીમાં સજાવીને.
 
કહે છે "મિત્ર" ભારત દેશ તો છે મુજ ને વ્હાલો,
રહી ગઈ વાત એ ખાલી આ ગઝલોમાં રચાવીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational