Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunil Shah

Others

2  

Sunil Shah

Others

ઘણું મળે

ઘણું મળે

1 min
6.8K


એવું નથી કે, બ્હાર જુઓ ને બધું મળે,
ઘરનેય ઘરની જેમ ગણો તો ઘણું મળે.
 
બદલો વલણ તો લાગશે દુનિયા મઝાની દોસ્ત,
અમથા ઊભા રહો તો કોઈ આપણું મળે.
 
લઈ માપ સૌનું, ક્યાં સુધી મલકી શકો તમે,
ખુદનું ન જાણો, તો પછી ક્યાંથી ખરૂં મળે?
 
વ્હેવાર સાચવીને કરો એવા શખ્સથી,
હોઠે મળે ઘણુંય, ન હૈયે કશું મળે.
 
ઈચ્છા ખરી કે, સપનું મળે તો મઝાનું હોય,
પણ, એ મને મળે; તો જરા માપનું મળે.


Rate this content
Log in