ધન્યતા
ધન્યતા
1 min
6.8K
મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ
ને, મળી મને આખી કવિતા.
મારા જીવનની ધન્યતા છે મારી કવિતા,
ભળું છું હું કવિતાના સાગરમાં થઈ સરિતા.
મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ
ને, મળી મને આખી કવિતા.
જેમ ફુલમાં સળવળે પાંદડી,
તેમ કવિતામાં સળવળે મારી લાગણી;
મારી કવિતાનાં કૂંડાં પર ભ્રમર કરે ગુંજન,
રચું છું હું લાગણીની સમૃદ્ધિનું ઉપવન.
મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ
ને, મળી મને આખી કવિતા.
મારા જીવનની ધન્યતા છે મારી કવિતા.