Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

છપ્પન ભોગ જીહાં

છપ્પન ભોગ જીહાં

1 min
185

છપ્પન ભોગ જીહાં, કવણ તાંદુલ તિહા ?

આપતા ઉર સંકોચ આવે,

જોઈએ સરવા તે આવી મળે કૃષ્ણને,

તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે. – છપ્પન.

ધાઈ લીધા હરિ, મુષ્ટિ તાંદુલ ભરી,

પ્રેમે આરોગીયા તૃપ્તિ પામી,

ઈન્દ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો,

ઋકમાણીએ કર ગ્રહયો શીશ નામી – છપ્પન.

એક રહ્યા અમો , એક બીજા તમો,

ભક્તને અઢળક દાણા કરતા,

પ્રેમદાએ પ્રીતના વચન એવા કહ્યા,

હાથ સાહયો ત્રીજી મુઠ્ઠી ભરતાં – છપ્પન.

વીનતાના વચન તે વિપ્ર સમજ્યો નહીં,

ચાલવા ઘર ભણી શીખ માગી,

નરસૈને નાથે જઈ દ્વાર વેળાવિયો,

માના તણી આરત સર્વેભાગી. – છપ્પન.

Rate this content
Log in

Similar gujarati poem from Classics