Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આભ-ધરતીની સાંકળ
આભ-ધરતીની સાંકળ
★★★★★

© Kiranjogidas Oghani

Others

1 Minutes   13.5K    5


Content Ranking

વ્હાલ ભરીને આભ મોકલે વાદળ
જેમ છોકરીને લખ્યો કોઈ છોકરે કાગળ
ત્યાં તો શરમથી થઈ મેઘવર્ણી ધરા
જેમ ગોપીને વિરહમાં સાંભરે શામળ
કે આ વરસાદ તો આભ-ધરતીની સાંકળ…

વિયોગના તાપે થઈ કેવી વિહવળ!
એના અંગેઅંગમા સાવ સૂકી સળવળ
પિયા મિલનથી ભીંજાવા સારું
તાપમા એ તો બળતી પળ-પળ
હૈયા વરાળ એણે મોકલી દીધી
કીધું'તું નભને મારો ઝૂરાપો સાંભળ…
કે આ વરસાદ તો આભ-ધરતીની સાંકળ…

મોરલાની ગ્હેકમાં ટહુકી સંવેદના
ચાતકની પ્યાસનો મળતો ઉકેલ ના
ધરતીના મુંઝારે માઝા મૂકી
કોને જઈ કહેવી આ ઉરની વેદના
વિહવળતા વસમી આ કેમ કરી વેઠવી
અાંસુ બનીને પર્ણે ઊગે છે ઝાકળ…
કે આ વરસાદ તો આભ-ધરતીની સાંકળ… 

આ જોઈને ગગન પણ ગાજ્યું એવું
જાણે ધરતીથી પળભર ના જુદું રે'વું
વરસી પડ્યો ત્યાં તો કેવો મૂશળધાર!
સાંબેલાધાર વહી જાતું નેવું
હેતે લથબથ થઈ ભીંજાઈ ધરતી.
એના રોમરોમ લાગણી વ્હેતી ખળખળ…
કે આ વરસાદ તો આભ-ધરતીની સાંકળ…

પર્ણે-પર્ણે ઉડ્યો લીલો ગુલાલ
માટીની સોડમમાં છલકે વહાલ
પિયા મિલનથી જેવી નવોઢા
એવી ખીલી ઉઠી અવની કમાલ
લીલુડું ઓઢણી ઓઢી ધરાએ
લાગે ના નજર એને કરી દઉં કાજળ…
કે આ વરસાદ તો આભ-ધરતીની સાંકળ…

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..