Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Fantasy

3  

Mukesh Jogi

Fantasy

સાંજ માથે સવાર ટપકે છે

સાંજ માથે સવાર ટપકે છે

1 min
7.2K


સાંજ માથે સવાર ટપકે છે,

કેમ રોકું ધરાર ટપકે છે,


ફક્ત ઓવારણાં જ લેવા છે,

એક કોરી દરાર ટપકે છે,


આંખની હોડમાં હતાં વાદળ,

ત્યારથી ધોધમાર ટપકે છે,


ટોડલે મોર બોલશે જો જે,

છાપરાં નો વિચાર ટપકે છે,


ફૂલ ધોળે દહાડે કરમાયું,

સૂર્ય નો અંધકાર ટપકે છે,


ઢાલ માની એને અગ્રે રાખ્યો,

દોસ્ત જ્યાંથી કટાર ટપકે છે,


વાર અઠવાડિયા કે મહિનાઓ,

સાલ ભરનું ઉધાર ટપકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy