એક નાની જિંદગી
એક નાની જિંદગી
એક નાની જિંદગીની છે સફર
પ્રેમથી ફરવું હવે તારા વગર
લોક બોલે પલ બધી સુખે ભરી
તે છતાંયે દુઃખમાં નાખે નજર
સાચવીને ડગ બધાએ ચાલતી
એજ ડગલે સાચવી છે શું ખબર?
લોક પાસે વારતાઓ સાંભળી
રાય હો કે રંકને સરખી અસર
પ્રેમ લેવો , પ્રેમ દેવો , હોય તો
આંખમાં ભરપૂર રાખો સ્નેહસર !