Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સાંભરે
સાંભરે
★★★★★

© Pushpa Maheta

Inspirational

1 Minutes   13.3K    4


Content Ranking

 

હેલ પનઘટ સિંચણે છલકાતી દેગડ સાંભરે,

આજ સૈયર હીંચકો વડવાઈ ને વડ સાંભરે.

ગામ ખેતર મોલ કુવા કાંઠડા સૂના હશે,

વ્હેતી નદીનો પટ અને કાંટાળી પગળટ સાંભરે

વારતાની રાત મોટી રેત કુકા ને ચણોઠી,

પાંચીકા રમતી એ સહિયરની એ વડચડ સાંભરે

એ રમત એ રૂસણા? ને રીઝતા એ રમઝટ સાંભરે.

એ નિખાલસ હાસ્ય, ગીતોની એ રમઝટ સાંભરે

બોર જાંબુ ખાક્ઠઠી ને ખટમધુરી આંબલી,

પેન પાટી ને પલાખામાંની વધઘટ સાંભરે.

એ ઉંમર તોફાન મસ્તીની પળો શું વર્ણવું?

વાળ બાંધવ બેનીના ભોજૈની ચડભડ સાંભરે.

હેત બાપુના મમત માની ગળ્યા કંસારશી,

લાખ વહાલું સાસરું મહિયરની ચોખટ સાંભરે  

કવિતા પાંચીકા મહિયર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..