છાપનારા હોય છે
છાપનારા હોય છે
1 min
13.2K
કોક શબ્દો જિંદગીને તારનારા હોય છે,
રોજ ગુંજીને ગગનમાં ગાજનારા હોય છે.
જિંદગીની આશને પણ જોડનારા હોય છે,
જિંદગીની દોરને પણ કાપનારા હોય છે.
હું હજી કાગળ ઉપર એને ઉતારી ના શકયો,
પણ ઘણા એને નયનમાં છાપનારા હોય છે.
હું હજી મારી ગઝલને સાચવી તો ના શકયો,
ને ઘણા એને હૃદયમાં રાખનારા હોય છે.
ભીતરે રાખો સદાયે ફૂલ જેવું દીલ ભલે,
ચેતજો, જગમાં ઘણાં દિલ બાળનારા હોય છે.