Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

અમાસ નિશ ઘનઘોરમાં

અમાસ નિશ ઘનઘોરમાં

1 min
187


અમાસ નિશ ઘનઘોરમાં, ચોરિ ધાડનો ભોય,

ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડિની હોય.

ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ;

મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ.

નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ;

ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ.

ડાંડિની મ્હેનત થકી, ધજાડાંડિ સોહાય;

દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય.


Rate this content
Log in