Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Inspirational

2.5  

Chetan Gondalia

Inspirational

વિધાયક ભણી ધપ્યે જા

વિધાયક ભણી ધપ્યે જા

1 min
220


દિ' જીવનનો સુધારો કે બગાડો,

છે એક જ સત્ય સદા-સનાતન ;

પ્રત્યેક કર્મ : શુભ શુભને અને,

અશુભ અશુભને જન્માવે જાણો...!


પ્રેમ દ્વિ-ગુણ થાય પરાવર્તિત ,

દ્વેષ પ્રસવે સખ્ત ઉગ્ર દ્વેષ ;

ચાલે શૃંખલાબદ્ધ એ બધું,

વિધાયક ભણી ધપ્યે જા, માનવ !


વિકાસ-માર્ગ જ ધ્યેય તારું, અરે!

શીદને ગુંચીત વાદ-વંટોળમાં ;

ભૂમિ-ઋણ ચડ્યું તુજ શીશ પર,

ઉઠ, ચૂકવણું નથી આકરું 'રે...!


ઉકરડા જ ચોતરફ તને દયગશે,

અહીં-તહીંનો દ્રષ્ટિપાત વ્યર્થ, હે.

એકજ લક્ષ્ય તારું, વીંધી નાખ !

કૃષ્ણ-સખા તું શાને હો જલગાત્રી  ??

વિધાયક ભણી ધપ્યે જા, માનવ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational