અહિયાં
અહિયાં
1 min
14.2K
હવે થાકી-હારીને બેઠો છું અહિયાં,
બધું યે નિહાળીને બેઠો છું અહિયાં.
અમસ્તો જ આવીને બેઠો છું અહિયાં;
વિવાદોને ટાળીને બેઠો છું અહિયાં.
ઘણું યે ભૂલાવીને બેઠો છું અહિયાં,
ઘણું યાદ રાખીને બેઠો છું અહિયાં.
સિકંદર થવા નીકળ્યા'તા તમે,
લ્યો-હું તમને જીતાડીને બેઠો છું અહિયાં.
હતાં, આવરણ કૈંક રાખ્યા હતા પણ
ઉતારી, ફગાવીને બેઠો છું અહિયાં.
અલખ એ ધણી છે, ચલમ શબ્દની છે;
હું ધૂણી ધખાવીને બેઠો છું અહિયાં.