Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

કાન ! કંઈક કહેવું છે

કાન ! કંઈક કહેવું છે

1 min
13.6K


'કાન ! કંઈક કહેવું છે'

મારે નદીયુંના બે કાંઠે વહેવું છે ,

કાન ! એકવાર આવ કંઈક કહેવું છે !


રોજ રોજ પાંદડાને પૂછું તો,

પાંદડુંયે બોલે નઈ કાંઈ,

રસ્તામાં ભટકું હું એકલી અટૂલી,

તોય હું ભાળું નઈ કાંઈ,

જલધારાથી ભીંજાઈ રહેવું છે !

કાન ! એકવાર આવ કંઈક !


ખોલ બંધ થાતી આ પાંપણની વચ્ચાળે,

છબી તારા નામની રાખી,

અધકચરી ઈચ્છાઓ તુજને મળવાને,

આજ એવી તો ઝબકીને જાગી,

રોજ આંખ્યુંમાં જાગરણ જેવું છે

કાન ! એકવાર આવ કંઈક !


તારી જ મુરતને મનમાં રાખીને,

કાન વિનવું છું વારંવાર,

એકવાર આવે તો સતરંગી ફૂલડાંમાં,

મઘમઘીએ અપરંપાર ,

મારે છાને ખૂણે કંઇક દેવું છે

કાન ! એકવાર આવ કંઈક !


Rate this content
Log in