Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


રંગ ઉછળતા મોજા

રંગ ઉછળતા મોજા

1 min 13.3K 1 min 13.3K

રંગ ઉછળતાં મોજાં જેવું, આંખે ભાળ્યું એવું શું છે ?

દરિયાનું પાણી છે ધોળું પાણીમાં આ શું રેલાયું એવું શું છે ?

છેક ભીતરે કેદ થઈને છીપલું જાણે સદીઓથી સુતેલું લાગે 

મીઠું કરીને પીતી ઓલી માછલીઓને જળ ન ખારું લાગે 

રંગ રંગમાં  રેલાયેલું મૃગજળ પાયું એવું શું છે ?

રંગ ઉછળતાં મોજાં.......

મોજાં ઉછળે વાંભ વાભનાં એકાકી આ તટની રેલી 

સાવ  સૂની છે  પગદંડી ને અંદર અગણિત તાલાવેલી  

મોરપિચ્છ માથે ઓઢેલું પચરંગી પથરાયું  એવું શું છે ? 

રંગ ઉછળતા મોજા.......


Rate this content
Originality
Flow
Language
Cover Design