Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jay D Dixit

Inspirational Others

4.4  

Jay D Dixit

Inspirational Others

અહમ્ બ્રહ્માસ્મી

અહમ્ બ્રહ્માસ્મી

1 min
279


ખળ ખળ કરતાં ઝરણાં છે,

'ને ઘૂઘવાતા અહીં દરિયા છે,

શાંત સરિતા સળવળતી તો,

ધોધ-સરોવરો જળથી ભરીયા છે.


ઊંચા ઊંચા શૃંગ અડીખમ,

ટેકરીઓ પણ છે ધરખમ,

સાવ સરળ સમતલ સજીવન

મેદાનો હરિયાળીથી ભરીયા છે.


તિમિરનો તમતમાટ તારાઓમાં,

ચાંદ સંગ ચાંદનીનો તરખાટ,

સુરજ રોજે ચમકે અહીં આવી,

મારી સૃષ્ટિમાં આ મલકાટ ભરીયા છે.


સર્જનહારે સર્જન કર્યું અનેરું,

માનવીને ભેટમાં સઘળું દીધું,

કરવું પડશે સૃષ્ટિનું લાલન-પાલન,

નહીતો ભાવિ સહુના અંતથી ભરીયા છે.


હું જ જીવન, હું જ સૃષ્ટિ,

હું જ ઈશ્વરના અંશની પુષ્ટિ,

હું જ આરંભ હું જ અંત મારો,

અહં બ્રહ્માસ્મીથી સૌ ભરીયા છે.


Rate this content
Log in