Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Shukla

Others

3  

Smita Shukla

Others

વસંત આવી

વસંત આવી

1 min
6.9K


હરખાતી મલકાતી આવી,
લહેકાતી મહકાતી આવી.
પ્રેમની ઋતુ રાણી આવી,
વરણાગી આ વસંત આવી.      

ખીલી મનની કયારી ક્યારી,
વસંત જગમાં સૌથી નિરાળી.
લહેર લહેર લહેરાણી,
આંગણ પ્રાગણ વેરાણી.
આટલા દિ' અલી કયાં રોકાણી?
વરણાગી આ વસંત આવી !  

લ્યો વસંતે હરખી લ્યો,
વસંતે લહેરી લ્યો,
વસંતે ઝૂમી લ્યો,
વસંતને ઝીલી લ્યો,
વરણાગી આ વસંત આવી ! 

મઘમઘતા ફૂલો ખિલ્યા,
વસંતે વન ઉપવન મહેકયા,
આબલિયે મ્હોંર મ્હોર્યા,
મ્હોર્યા લાલ પીળા ગુલમહોર,
લ્યો વસંતે ખીલી લ્યો,
વસંતે મહેકી લ્યો,
વરણાગી આ વસંત આવી !

મોરલા ગહેકયા પંખીઓ ચહેક્યા,
સજીધજીને આવી સંધ્યા,
આભલિયે તારલિયા ટમક્યા,
લ્યો વસંતને લૂંટી લ્યો,
વસંતને ચૂટી લ્યો,
લ્યો વસંતને ચૂમી લ્યો,
વરણાગી આ વસંત આવી. 

પ્રેમની ઋતુ રાણી આવી,
વસંત આવી વસંત આવી,
વરણાગી આ વસંત આવી !


Rate this content
Log in