Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

1.5  

Gunvant Upadhyay

Others

સાથે મળેલું

સાથે મળેલું

1 min
13.6K


પરાધિનપણું શ્વાસ સાથે મળેલું;
જિવાયું ન જીવન જે સાચે મળેલું !

વિચાર્યા કરેલાં જ બીજાને માટે-
વિચારોનું ટોળું એ સામે મળેલું.

નથી શક્યતા કે વધું જીરવાશે;
શ્વસનતંત્ર તૂટક જ્યાં શ્વાસે મળેલું !

મહામૂલી મૂડી ગણી ભાગ્યમાં જે--
સજાવેલ સપનું ય આઘે મળેલું.

હજું સાચવું છું જ રત્નો સમું એ-
અછડતી નજરને ઈલાજે મળેલું !

સતત યાદ કરતો રહું એ ક્ષણોને-
કંઇ અમૃત સમું એક પ્યાલે મળેલું !

ગઝલ-ગીત-નઝમો બને શક્ય એથી-
શબદનું સરોવર ઉંકારે મળેલું !


Rate this content
Log in