Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

રણ કે ઉપાધિ?

રણ કે ઉપાધિ?

1 min
1.2K


સૂકી ભટ્ઠ રેતી એટલે રણ?
કે અધૂરી કોઈ એક ક્ષણ?
શ્વાસે લેવાયેલી  ને તોયે બાકી
રહી ગયેલી, કોરી એક ક્ષણ!
વેરાન ઊડતી ધૂળ એટલે રણ?
કે શ્વાસે ઉભરાતી રજકણ?
ઘૂંટાતું એક દર્દ ને ઊંચે ઊડતી રેતી;
અંગેઅંગ મને વળગેલી રે'તી,
હૂંફ માંગીને એટલું જ માંગ્યું,
વળગતી ધૂળને ખંખેરી નાખું,
ચોપાસે ઊડતી આંધી,
ને મને શ્વાસોએ બાંધી,
તારું આવવું હવે સ્વપ્ન,
બસ ને હૃદય પણ ભગ્ન,
સચ્ચાઈ પણ નગ્ન,
ને હું પણ તારામાં મગ્ન,
પેલી રેતીનું વળગણ એટલે આંધી-
ને તારા વિરહમાં બસ વ્યાધિ,
હવે તો બસ કર બધી ઉપાધિ!


Rate this content
Log in