પાલખી
પાલખી
1 min
7.1K
આજ મારા શબ્દો,
કવિતામાં સમાય
પાલખીમાં બેસી
પિયુ ઘેર જાય.
આજ મારી કવિતા
ઘૂંઘટમાં શરમાય
પિયુને જોઈ જોઈ
મીઠું મલકાય.
આજ મારી કવિતા
મેંદીમાં રંગાય
સોળ શણગાર સજી
પિયુ રંગે રંગાય
આજ મારી કવિતા
સેથીના સિંદૂરમાં સોહાય
કાજલ બની
પિયુના નયનોમાં ચોરાય
આજ મારી કવિતા
સુહાગરાતે સોહાય
પાનેતરના પાલવમાં
દિલથી સમાય.