Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Bhrambhatt

Others

3  

Harsh Bhrambhatt

Others

મિત્રો

મિત્રો

1 min
13.8K


છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો
આંખ છે સ્નેહથી સજળ મિત્રો

એમ ધબકે છે ધરતીનો કણકણ
દિલ સમું લાગતું આ સ્થળ મિત્રો

ચોતરફ હર્ષનો ગુલાલ ઊડે
જીવવું થઇ ગયું સફળ મિત્રો

એમ પગલાં પડ્યાં છે આંગણમાં
ચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો

સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર
આભ જોતું ચકળવકળ મિત્રો

હોય સદભાગ્ય, હર્ષ તો જ મળે
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો


Rate this content
Log in