Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


એય ...ચિતડા ...

એય ...ચિતડા ...

1 min 14K 1 min 14K

એય ...ચિતડા ...
શું કાંતે છે ઝીણું  ઝબાક મન માલીપા  
એય ... ચિતડા ...
જીવતરના તારોને શાને વીટયાં છે આલીપા

રામ રખોપા મોટા  સમજી ઘર બારે તું જાતો,
ડગલે - પગલે ઠોકર લાગે અહમ નહિં  સમજાતો,
એય ... ચિતડા ....

સાચા - ખોટા  ચકરાવામાં ઘૂમે છે: ખલીપા...
ગુરુ ચરણમાં જઇને બેઠો શબદ ન એકે જાણ્યું ,
ધુમ  મચાવી, રંગ જમાવી - રંગ ન એકે  માણ્યો,
એય ... ચિતડા ...

ચપટી અજવાળાથી ખીલશે ફૂલમાં  ઝાકળ ટીપાં .....
રામ - રહીમ કે અલ્લાહ - ઈશ્વર એક તત્વ છે અંદર,
પળને પળમાં  જાણે નહિં તો
એય ... ચિતડા ....

સત્ય - પ્રેમ - કરુણા  સર્જે  કણકણમાં
રજીપા ....


Rate this content
Originality
Flow
Language
Cover Design