Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

કોઈપણ ના ક્હી શક્યું

કોઈપણ ના ક્હી શક્યું

1 min
13.4K


આખરી સંખ્યા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.
લાગણી વંધ્યા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.

પામવાની કોશિશોમાં બાદ કૂણા શ્વાસ સૌ;
પળવિપળ સ્પર્ધા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.

જિન્દગીમાં કોઈ આવે; જાય ને અળગા રહે;
જિન્દગી મૂર્દા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.

રોજ સોનેરી સૂરજ ઉગાડવાની ઘેલછા;
સાંવલી સંધ્યા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.

જે સતત ઊંચે જવાની લાલસામાં ગઈ ડૂબી;
ઘટતી આ ઉર્જા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.


Rate this content
Log in