Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

જગતના તાત

જગતના તાત

1 min
6.7K


ખેડો કરેલા ખેતરો બીજો ગળી રહ્યા,
સુખા પડેલા પાદરો લીલા બની રહ્યાં.
 
ઝરતી સવારે ઝાકળે ભીની થતી ધરા,
જાણે જગેલી આંખમાં સપના તરી રહ્યાં
 
તપતી ધરાએ બાળતી લુએ ભરી હવા,
સરતા સમયની ચાલમાં તળવા બળી રહ્યાં.
 
નિખરી ગયેલી ભોમની નજરે ચડી જલક,
સારા જગતને પોષતા મોલો લચી રહ્યા.
 
હસતાં થયેલાં ઝાડવેવગડા હર્યા ભર્યા,
પંખી બચાવી જાતને માળા રચી રહ્યાં.
 
માસૂમ જગતનાં તાતની હસ્તી કરી જતન,
દુધે ભરેલા પાકના દાણા પકી રહ્યાં


Rate this content
Log in