Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

જોઈએ છે

જોઈએ છે

1 min
6.9K


પારણાંમાં ઝૂલતું જીવન જોઈએ છે;
ઘોડિયામાં ઊંઘતું જીવન જોઈએ છે. 

કશુંજ નથી જોઈતું આજે મારે આપી દો,
બસ મને મારું બાળપણ જોઈએ છે.

રમવી નથી જીવનની અવળી રમતો મને;
આંબાની વડવાઈઓ ઝૂલવા જોઈએ છે.

નફરત રૂપી કંટકોથી ઘવાઈ રહ્યો છું;
મને તોખીલવા માટે મારું સુંદર ઉપવન જોઈએ છે.

ચારે દિશાએથી દઝાડે છે;
આ આગમને શીતળતા માટે મારો એક ચંદ્ર જોઈએ છે.

મૃગજળથી તરસ કઈ રીતે સંતોષાય?
મને પીવા માટે મારો એક સાગર જોઈએ છે.

સૂકું છે જીવન ને સૂકું છે મનમ;
ને પલળવા માટે મારો વરસાદ જોઈએ છે.

અકળાઈ ગયો છું આ બનાવટી આભાસોથી;
મને જીવવા માટે એક સાચું જીવન જોઈએ છે.


Rate this content
Log in