Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

પાનખરનો વર્તારો

પાનખરનો વર્તારો

1 min
14K


આ હશે પાનખરનો વર્તારો,
ઝાડ પર ખાલી થાય છે માળો.

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

જાતને ભૂલવા એ ફેલાયો,
કોઈથી એટલે ન ભૂલાયો.

જીવ માફક ક્યાં સાચવો એને?
રોજ ભૂંસાઇ જાય પડછાયો.

કેમ આવ્યા કરે સપાટી પર?
મત્સ્યને શું છે જળનો મૂંઝારો?

શબ્દ કાગળથી ખૂબ મોટો છે,
હાંસિયામાં ભલે ધકેલાયો.


Rate this content
Log in