Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
સૂર્યમાં અંધકાર આવ્યો છે
સૂર્યમાં અંધકાર આવ્યો છે
★★★★★

© Mukesh Jogi

Fantasy Tragedy

1 Minutes   13.2K    10


Content Ranking

સૂર્યમાં અંધકાર આવ્યો છે,

સાવ કેવો પ્રચાર આવ્યો છે,


આમ જોતા જ કયાં સુધી રહેવું,

મનને એવો વિચાર આવ્યો છે,


સાવ કોરો ભલે લખે કાગળ,

લાગે નૂતન પ્રકાર આવ્યો છે,


સાવ ફોગટ નથી મળ્યું જીવન,

શ્વાસ પણ, આ ઉધાર આવ્યો છે,


શબ્દને જેમ જેમ માંજૂ છું,

એમ એમાં નિખાર આવ્યો છે,


ના, કશું શેષ આપણી વચ્ચે,

તો ય શાને હકાર આવ્યો છે,


જયોતિ પણ હું જ છું તિમિર પણ હું,

સામસામો પ્રહાર આવ્યો છે.

#sun #darkness #light

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..