Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

ખબર પડે

ખબર પડે

1 min
13.6K


બપોરે ભયંકર તપતો સૂરજ,

ઠંડો પડે છે સાંજ પડે,

અભિમાનનું શું કેહવુ વાહલા,

કલાકોમાં જ ખબર પડે.


ભયંકર અંધકાર ફેલાવતી રાત,

ધીમે ધીમે એ ગબડે,

અંધકારના અભિમાનનું શું કેહવું,

સૂરજ ઊગે ને ખબર પડે.


ભયાવહ દાવાનળ,ભીષણ આગ,

બોવ સળગીને ઠંડી પડે,

આગના અભિમાનનું શું કેહવું,

વરસાદ પડે ને ખબર પડે.


મધદરિયે તોફાન ઊઠે, મોજા ઊછળે,

સમયાંતરે એ ધીમા પડે,

દરિયાના અભિમાનનું શું કેહવું,

મછવારો એવો મળે તો ખબર પડે.


પવન ફૂંકાય ને વેરવિખેર થાય,

એ પણ ક્યાં સુધી રમણે ચડે ?

પવનના અભિમાનનું શું કેહવું,

બાજ કોઈ સામે ઉડે તો ખબર પડે.


Rate this content
Log in