Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચાંદની રાત કેસરિયા તારા રે
ચાંદની રાત કેસરિયા તારા રે
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   42    2


Content Ranking

ચાંદની રાત કેસરિયા તારા રે,

પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.

વણઝારે આડત કીધી રે,

કાયાનગરી ઈજારે લીધી રે.

દાણી દાણ ઘટે તે લેજો રે,

પોઠી અમારી જાવા દેજો રે.

જેવા વાડીના કુમળા મરવા રે,

તેવા પોઠી અમારે ભરવા રે.

ભલે મળિયા ભલે મળિયા રે,

તારા ગુણ નવ જાય કળિયા રે.

મહેતા નરસૈંયાના સ્વામી રે,

સર્વે ગોપી આનંદ પામી રે.

નરસિંહ મહેતા ગોપી વણઝાર રાત તારા ચાંદની

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..