Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bipin Agravat

Classics

2.5  

Bipin Agravat

Classics

સમય

સમય

1 min
494


સમય તો છે મોટામાં મોટો રોગ ને સમય જ એની ઔષધિ,

સમય સાથે જ આવે વ્યાધિ ને સમય સાથે જ જાય ઉપાધિ.

 

સમય આવે જ્યારે ખરાબ તો મહાકાળ શિવને લો આરાધી,

સમય સામે અતૂટ ધીરજ ધરી મનથી લગાવી લો સમાધિ.

 

સમય પરીક્ષા કરે તો સમજવું કે છો કોઈ ભૂલનાં અપરાધી,

સમય સજા આપવા માટે આજ બન્યો છે કષ્ટદાયી પારધી.

 

સમય આવ્યે જેણે–જેણે અહીં કઠણ કાળજાં તણી ચોટ ખાધી,

સમય સંગાથે દુઃખોને સહી જિંદગીમાં અજરઅમરતા સાધી.

 

સમય જોઈને આવેશમાં તણાઈ ગયા ને થઈ ગયા જે ક્રોધી,

સમય ખોઈને પસ્તાઈ રહ્યા કે જીવની પરમશાંતિ અવરોધી.

 

સમય એરણ પર જિંદગી ચડાવી લખી કવિતા એને સંબોધી,

સમય પહેરણ ધર જાતને જોઈને થઈ ગઈ આત્માની શુદ્ધિ.


Rate this content
Log in