Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

રાહમાં

રાહમાં

1 min
6.8K


આંખો બિછાવી છે રાહમાં મેં,
ખુદને સજાવી છે રાહમાં મેં.

કોમળ તમારા ગાલને જોઈને,
ઉપવનની ખૂબસુુરત વેલ લઇને,
છાયા રચાવી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

તને રાસ બહુ જ ગમતો'તો,
સંગીત પણ ગમે છે એટલે તો,
બંસી બજાવી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

પાગલ છું હું તમારી ચાહમાં,
એટલે જ હૈયાના આ બાગમાં,
લાગણી ઉગાડી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

આવશે બહુ જ મજા સહવાસે,
બેસો તમે નિરાંતે મુજ પાસે,
જાજમ લગાવી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

ચિતડું આ પાવન કરવા મારું,
પૂજન તમારું કરવાને સારું,
મૂર્તિ બનાવી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

તમે છો મને પ્રાણથી પ્યારા,
કરવાને 'જશ' તમોને અમારા,
દુનિયા વસાવી છે રાહમાં મેં.
ખુદને સજાવી છે રાહમાં મેં.

આંખો બિછાવી છે રાહમાં મેં,
ખુદને સજાવી છે રાહમાં મેં.


Rate this content
Log in