Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

મારી આ વેદના

મારી આ વેદના

1 min
10.9K


અગણિત છે સંભારણા હું છુપાવીશ ક્યાં,

હૈયાની મારી આ વેદના, હું સંતાડીશ ક્યાં ?


હતો જે સાથ તારો તે રહ્યો નથી હવે,

આંસુ સારતા પડછાયાને, હું દોડાવીશ ક્યાં ?


સૂરો બન્યા બધા બેસુરા તારા ગયા પછી,

રંગોની રસઝરતી મહેફીલ, હું જમાવીશ ક્યાં?


આભ તો બન્યું છે અદ્રશ્ય આખુ અચાનક,

કપાયેલી મારી પાંખોને, હું ફેલાવીશ ક્યાં ?


સામે દેખાતું નથી કોઇ અભિવાદન ઝીલનાર,

ધ્રુજતા હાથોને 'જશ', હું હલાવીશ ક્યાં ?


Rate this content
Log in