Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunil Shah

Others

3  

Sunil Shah

Others

નથી મળતી

નથી મળતી

1 min
6.7K


હું તું ને તું હું થવાની દવા નથી મળતી,
ઉછીની એમ કદી વેદના નથી મળતી.
 
ખરાબ હાલ થયા એટલે ખલાસીના,
કે, શ્વાસ માટેય સારી હવા નથી મળતી.
 
હું જોઉં છું મને, ને જોઉં જર્જરિત ભીંતો,
મને જુદી અહીં કોઈ કથા નથી મળતી.
 
ન ઘર ગણું છું હું એને, ભલે તમે માનો,
કશેથી પંખીને જ્યાં આવ–જા નથી મળતી.
 
લગાડ જોર, તને સત્યનો અનુભવ થાય,
અમસ્તી કોઈને મોટી જગા નથી મળતી.
 
પ્રણય વિષય હતો જેવો, હજીય એવો છે,
મળે છે આંખ છતાં, સ્પષ્ટ ‘હા’ નથી મળતી.
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in