Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Inspirational Tragedy

3  

Masum Modasvi

Inspirational Tragedy

બંધ કર

બંધ કર

1 min
13.7K


લાગણીના ખેલ સારાં બંધ કર,

મન ધરેલાં હાયકારા બંધ કર.

આદરે સઘળી વધાવી ભાવના,

તીર જેવા વેણ મારા બંધ કર.

જીવશું તારા ભરોસે જિંદગી, 

દુ:ખ દેતા સો નજારા બંધ કર.

ક્યાં કશું માગ્યું મળ્યું છે કોઇને.

માપ લેતાં ચૈનચાળા બંધ કર.

આ ઉછળતી મોજના સાગર તટે,

જીવ લેતા જાન મારા બંધ કર.

આ જગતની ભીડમાં પ્રસરી જવા,

રોકનારા મન ઉચાળા બંધ કર.

બે કદમ જે સાથના ચાલી શકે,

આશના માસૂમ વધારા બંધ કર.


Rate this content
Log in