Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gopal Dhakan

Drama Romance

3  

Gopal Dhakan

Drama Romance

બેસી રહું

બેસી રહું

1 min
2.7K


પકડી કલમ કાગળ લઈ બેસી રહું,

આવો તમે પ્રાંગણ લઈ બેસી રહું.


પીવાય જો આંખો વડે પુરી તને,

તો આંખની લાંઘણ લઈ બેસી રહું.


બાંધી શકે જો તું મને બાંધી લેજે,

શ્વાસો સમી સાંકળ લઇ બેસી રહું.


ના ઢાલથી તલવારથી ઢાંકી શકું,

તો ફૂલનું ઢાંકણ લઈ બેસી રહું.


આંખો થકી જીવી રહ્યો છું આપની,

એ આંખનું કાજળ લઈ બેસી રહું.


પાણી નહીં લીલાશ પણ વરસી શકે,

એ તરબતર વાદળ લઈ બેસી રહું.


Rate this content
Log in