Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

કરકસર કરો.

કરકસર કરો.

1 min
13.4K


મોંઘી છે અશ્રુધાર, જરા કરકસર કરો;

જ્યારે કરો પ્રચાર, જરા કરકસર કરો.

 

જીવન તો પહેલેથી જ ગરલ થઈ ગયું અહીં;

ઓ મુજને દંશનાર!! જરા કરકસર કરો.

 

સુખના દિવસ લૂંટાવી દીધા હોત જેમ તેમ;

એણે કહ્યું ધરાર, "જરા કરકસર કરો."

 

હમણા જ આગમાંથી હું ચાલીને આવું છું;

કંટક બિછાવનાર!! જરા કરકસર કરો.

 

'પ્રત્યક્ષ' નામ વિણ બધે ફરતી રહે ગઝલ;

રાખો ન દિલ ઉદાર, જરા કરકસર કરો.

 


Rate this content
Log in