કામણ
કામણ
1 min
1.1K
બંસી સુણી સૂનાં વનડામાં,
ડોલી ઉઠ્યું મનડું વગડામાં.
આવી છું હું તારી પાસે,
મુરલીમાં ભળવાની આશે;
પણ શરમાઉં ધૂમટામાં.
બંસી સુણી
ઝાંઝરની ઝંકાર પુકારે,
હૈયુ રીઝે સ્મરણ સહારે;
કાજળનું કામણ અખિયામાં.
બંસી સુણી