Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Vyas

Others

3  

Nirav Vyas

Others

હાલને ભેરૂ

હાલને ભેરૂ

1 min
13.6K


બધી મૂંઝવણના કરીએ તાપણા
ને હુંફના નોખા કુબા માંડીએ
હાલને ભેરુ આજ કસુંબા માંડીએ

ગામને પાદર અડીખમ ઉભેલા
વડની તો વડવાઇ બાંધી
શૈષવના ખેલ નોખા માંડીએ 
હાલને ભેરુ આજ કસુંબા માંડીએ

નદીએથી આવી કમાડ ખખડાવતા
નિરવ લાગતા વાયરામાં - ભીંતે
ચીતરેલ મોરના ટહુકા માંડીએ
હાલને ભેરુ આજ કસુંબા માંડીએ

થનગનતી ગોરીની રાતી ઓઢણીએ
એની ગલીયુંની કેડીએ કેડીએ
આખેઆખા આયખા માંડીએ
હાલને ભેરુ આજ કસુંબા માંડીએ


Rate this content
Log in