Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sandip Pujara

Tragedy

4.1  

Sandip Pujara

Tragedy

બધ્ધાને ચાહવાનો

બધ્ધાને ચાહવાનો

1 min
620


​​આઘાત જિંદગીને, હું બમણો આપવાનો,

ટાળીશ નહિ પીડાને, ઉપરથી ભેટવાનો,


સુંદર નથી જે એને સુંદર બનાવવાનો,

એ રીતે મન મૂકીને ​​બધ્ધાને ચાહવાનો,


આપે ભલે એ ઠોકર, પથ્થરને પૂજવાનો,

શીખવે છે ચાલતા તો આભાર માનવાનો,


બોલી નહિ શકું, પણ એ પારખી જવાનો,

અભ્યાસ જેનો સારો આંખોને વાંચવાનો,


પૂછો જો 'કેમ છે?' તો, 'સારું છે' બોલવાનો,

નિયમ છે તો એ નિયમ મારેય પાળવાનો,


અણસાર ભૂલથી જો આપે એ આવવાનો,

જાણીને રૂડો અવસર, મૃત્યુને માણવાનો !


Rate this content
Log in