Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

સ્મશાન

સ્મશાન

1 min
13.6K


જીવનયાત્રાનો અંતિમ મુકામ એ સ્મશાન.

નાનાં મોટાં સૌને જવાનું તમામ એ સ્મશાન.


રાયરંકના ભેદ ત્યાં કદી નથી હોતા વળી,

દેહના વિલિનીકરણનું હોય કામ એ સ્મશાન.


પંચમહાભૂતમાં ભળી જાય છે રાખ થૈને,

જીવ ગુમાવે પોતાનું જ્યાંથી નામ એ સ્મશાન.


ચોળે ભભૂત નાથભોળા લૈને શબની રાખ,

શિવમાં જીવ ભળે છે બસ આમ એ સ્મશાન.


જાગે વૈરાગ્ય ક્ષણિક જીવતાંને જોયા પછી,

ગૃહાગમને આચરણ આમનું આમ એ સ્મશાન.


કોઈ તાંત્રિક કે વિદ્યામેલીના સાધકને સહાયક,

આખરે ના મળતું એને વૈકુંઠધામ એ સ્મશાન.


Rate this content
Log in