Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એ મને ક્યાં સમજાય છે !!!?
એ મને ક્યાં સમજાય છે !!!?
★★★★★

© Sanket Vyas Sk

Thriller

1 Minutes   550    78


Content Ranking

અસમંજસથી છું ભરેલો

 મને ક્યા સમજાય છે !

લખાય છે આ પેનથી,

પેનની શાહી વપરાય છે..જાણું છું..

પણ....

એ મને ક્યાં સમજાય છે !!!?


નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,

 પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે.. જાણું છું..

પણ...

એ મને ક્યાં સમજાય છે !!!?


સમુંદરમાં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને

ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું .. 

પણ...

એ મને ક્યાં સમજાય છે !!!?


લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી જ્યારે 

ઝઘડો-કંકાસ થાય તો છેડા છુટાં થઈ જાય છે જાણું છું.. 

પણ..

એ મને ક્યાં સમજાય છે !!!?


આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે 

છતાં પણ ખુશીના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે.. જાણું છું..

પણ...

 એ મને ક્યાં સમજાય છે !!!?


 ખુદની આવડતથી સોંપાયેલુ કામ

સરળતાથી પૂરું પડાય છે જાણું છું.. 

પણ

એ મને ક્યાં સમજાય છે !!!?


સમજાય છે બધુંજ પણ 

કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે.. એ પણ જાણું છું..

પણ

એ મને ક્યાં સમજાય છે !!!?


sea river understand

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..