Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમ દર્દનું રણ

પરમ દર્દનું રણ

1 min
14.4K


વહેતા આંસુઓની હદ તો પાંપણ સુધીજ  હતી
મૌન ડૂસકાઓની હદ તો અતિ ને અનહદ હતી

સ્પંદનોની આપ લે થયા પછી અચાનક શું થયું?
સ્નેહની ધરતી પર કયા કોઈ જ સરહદ હતી  

ક્ષિતિજની પાર મારી આ બાહો મેં ફેલાવી હતી
મને ખબર હતી તારી પ્રીત પણ અનહદ હતી

વિસ્તાર સમજણનો મર્યાદાના દાયરામાં જ હતો
બાકી તો જાલિમ જમાનાની જુઠી જદ્દોજહદ હતી

પ્રયાસ રહિત પ્રવાહ ને તું કેમ ન ખાળી શકી?
બાકી મારી ક્યાં કદી કોઈ જ કનડગત હતી  

"પરમ" દર્દનું રણ પણ થઇ ગયું છે નંદનવન
કે તને પામવાની જિદ "પાગલ" ને બેહદ હતી


Rate this content
Log in