Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

જન્મ

જન્મ

1 min
380

જો યાદ હોય કોઈને તો જન્મ પહેલાના જીવન વિષે કહો,
ને પછી દ્રષ્ટિ હોય તો મરણ પછીના જીવન વિષે કહો !

જન્મ મરણ વચ્ચે ખળભળે જીવનનો તોફાની દરિયો,
ઊંડાઈ માપ્યા પછી શક્ય હોય તો લહેરના જન્મ વિષે કહો !

મનાવી રહ્યા રાત દિવસ પર્વ પ્રકાશનું ચાંદ ને સૂરજ, કૈક કહેવું જ હોય તો હવે પ્રકાશનાં જન્મ વિષે કહો !

પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સમાયું આ શરીરે,
હવે પંચમહાભૂત નિવાસી પ્રાણનાં જન્મ વિષે કહો !

જેનો જેનો જન્મ અહીં મરણ એનું નિશ્ચિત કદી કો કાળે,
ત્રિકાળ ને ત્રિગુણ થી પર એ અજન્માના જન્મ વિષે કહો !

"પરમ" માં લીન હું, એક શ્વાસે જન્મ ને બીજા શ્વાસે મરણ મારૂં,
હવે પ્રતિપલ અચલ મારાં "પાગલ" પનના જન્મ વિષે કહો !

Rate this content
Log in

Similar gujarati poem from Thriller