સુધી
સુધી
1 min
6.9K
આંખથી દૃશ્યો ગયાં છે મન સુધી
આગ પહોંચી ગઈ હવે ઉપવન સુધી.
એ પછી એકાંતમાં જઈને રડ્યાં,
જે મને છોડી ગયાં નિર્જન સુધી.
મીણ ક્યાંથી થાય એ પથ્થર મટી!
કાકલૂદી ગઈ ભલે ક્રંદન સુધી.
ટેરવેથી સ્પર્શ તો પાછા વળ્યા
ક્યાં ભુજાઓ ગઈ છે આલિંગન સુધી!
એ જ છે મારા પ્રયાસો કે હવે,
આ તરસ ના જઈ શકે તડપન સુધી.