પ્રેમના પૂર
પ્રેમના પૂર
મારી આંખોમાં એનો
દરિયો ઘૂઘવાટા કરે.
કિનારે પહોંચુ ત્યાં એના
આલિંગનમાં ગૂંથાવું,
નથી વળવું હવે પાછું મારે
એની છિપમાં સમાવુ મારે
હરદમ...
મારી આંખોમાં એના
પ્રેમના પૂર અને હૃદયમા
હરદમ એના નૂર.
આથમતા સૂરજની સાખે
તમને શોધવા અમે દરિયો
ઊંચો કર્યો..
અમે પાતાળને તળિયે જઈ
વળ્યા....
પણ મળ્યા તો અમારા હ્રદયમાં
ઊંડે ઊંડે મળ્યા..