કર્મનું ફળ
કર્મનું ફળ
1 min
7.1K
માર્કેટમાં બળુકી ગાય દ્વારા
લારીમાંથી બળજબરી પુર્વક
છિનવી લેવાના પ્રયાસમાં
અચાનક દ્રાક્ષનું ઝૂમખું નીચે પડીને
જે કર્મનાં ફળ સ્વરૂપે મજૂરના ભાગ્યમાં આવી ગયેલું...
આ ઘટના સાથોસાથ
મજૂરની આંખોમાં જુનો ભૂતકાળ
કૂદાકૂદ કરવા લાગેલો...
હવે હ્યયે શાંતી થઇ
સાચ્ચો ઉતર આપી ચૂક્યાની
એક ઉનાળાની ઢળતી સાંજે,
દીકરાએ પૂછેલું કે..
"પપ્પા દ્રાક્ષ સ્વાદમાં કેવી હોય?"