હું આવ્યો છું
હું આવ્યો છું
1 min
6.7K
મંઝીલને ઠોકર મારીને હું આવ્યો છું
ઈચ્છાને ખંઝર મારીને હું આવ્યો છું
બોલે ના કોઈ તો માનું કે ઈશ્વર છે
મંદિર પર પત્થર મારીને હું આવ્યો છું
અંદરથી આજે ઝખ્મી છું કારણ ; એની
શેરીમાં ચક્કર મારીને હું આવ્યો છું
પ્રશ્નોનું ટોળું ઘર આવે કઈ નક્કી નૈ
એક દિલને ઉત્તર મારીને હું આવ્યો છું
ફળ ધાર્યું મળશે એવું લાગે છે આજે
કિસ્મતને ટક્કર મારીને હું આવ્યો છું